Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ખેરગામ વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નેત્ર નિદાન અને મેડિકલ કેમ્પ યોજાયો

ખેરગામ વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નેત્ર નિદાન અને મેડિકલ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૦૯ ઃ  ધનોરી સેવા સહકારી મંડળી, ધનોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,રોટરી ક્લબ ઓફ ગણદેવી અને રોટરી આઈ હોસ્પિટલ નવસારીના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ખેરગામ વૃદ્ધાશ્રમ ખાતે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પમાં ખેરગામ સ્થિત ભાણીબેન ભુખણદાસ સોલંકી વૃદ્ધાશ્રમના તમામ વડીલોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા જરૂરિયાતમંદ લોકો અને વૃદ્ધોની જનરલ મેડિકલ તપાસ તેમજ આંખોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે જે વડીલોને જરૂર જણાઈ તેમને સ્થળ પર જ જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી અને જરૂરિયાતમંદોને સંસ્થાઓ તરફથી વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ માનવતાવાદી કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અંજના પટેલ,તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઇ,મેડિકલ ઓફિસર ડૉ. પ્રિયંકા પટેલ,ખેરગામ તલાટી કમ મંત્રી હર્ષદ પટેલ, ખેરગામ સરપંચ પરેશ કોરધા સહિત સ્થાનિક અગ્રણીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓઍ મોટી સંખ્યામાં હાજર રહી સેવાઓ આપી હતી. મંડળી અને રોટરી ક્લબના પ્રયાસને ગ્રામજનો અને વૃદ્ધાશ્રમના સંચાલકોઍ બિરદાવ્યો હતો.