Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પારડીની બી.આર.જે.પી. પારડીવાલા સ્કુલના ખેલાડીઍ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

પારડીની બી.આર.જે.પી. પારડીવાલા સ્કુલના ખેલાડીઍ બ્રોન્ઝ મેડલ મેળવ્યો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર અમદાવાદ કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ  ૨૦૨૫ અંતર્ગત રાજ્ય કક્ષાની અંડર ૧૪, ૧૭ અને ઓપન ઍજ ગ્રુપ ભાઈઓ ની કરાટે સ્પર્ધા તારીખ ૫/૨/૨૦૨૬ થી ૯/૨/૨૦૨૬ દરમિયાન અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં વલસાડ જિલ્લા તરફથી રમતા અંડર ૧૭ ભાઈઓમાં વેટ કેટેગરી ૫૪ માં બી.આર.જે.પી. પારડીવાલા સ્કૂલનો ખેલાડી જલ ડી. મારવાડીઍ ઉત્કૃષ્ટ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.  આમ વલસાડ જિલ્લા તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું. બ્રોન્ઝ મેડલ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આમ શાળાનું નામ રોશન કરવા બદલ ધ પારડી ઍજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ, શાળાના આચાર્ય ડો. ચંચલા ભટ્ટ તેમજ સમગ્ર શાળા પરિવારે જલ મારવાડી તેમજ શાળાના વ્યાયામ શિક્ષક અશોક ટંડેલ, ડિવાઇન સ્પોર્ટ્સ અને શોટોકન કરાટે ઍસોસિઍશન ઇન્ડિયાના પ્રમુખ શિહાન વિગ્નેશભાઈ પટેલ તેમજ શિહાન હિતેશભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.