Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

જીલ્લામાં તલાટી-ગ્રામસેવકોની બદલી

જીલ્લામાં તલાટી-ગ્રામસેવકોની બદલી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૯ ઃ  વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લામાં વહીવટી તંત્રનું સંચાલન સરળતા મુજબ થાય તે હેતુથી તલાટી ગ્રામ સેવક જુનિયર ક્લાર્ક અને વિસ્તરણ અધિકારીઓની આંતરિક બદલી કરવાનો હુકમ કરાયો છે.

જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચેપલોત દ્વારા આજે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા તેર જેટલા તલાટી કમ મંત્રી તેમજ ૯૫ જેટલા ગામ સેવક અને ચાર જુનિયર ક્લાર્ક તથા ત્રણ જેટલા વિસ્તરણ અધિકારીઓની ભરતી સાથે બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે અંગેની જાણ તાલુકા વિકાસ અધિકારી અને મહેસુલ વિભાગમાં કરી દેવામાં આવી છે. 

બદલી કરવામાં આવેલ તમામ કર્મચારીઓને તેમની ફરજ માં તાત્કાલિક હાજર થવા નો હુકમ કરાયો છે. જોકે અગામી દિવસોમાં વધુ બદલી નો દોર આવવાની શક્યતા પણ જોવાઈ રહી છે.