Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડ કોમર્સ કોલેજ રસ્સા ખેîચ બહેનોની ટીમ રાજયકક્ષાઍ ચેમ્પિયન

વલસાડ કોમર્સ કોલેજ રસ્સા ખેîચ બહેનોની ટીમ રાજયકક્ષાઍ ચેમ્પિયન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ ગુજરાત રાજ્ય રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની કચેરી અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષા રસ્સા ખેંચ બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વ્યારા જીલ્લો તાપીમાં યોજાઇ હતી. જેમાં રાજ્યના વિવિધ ચાર ઝોનમાંથી વિજેતા થયેલી કુલ ૮ ટીમોઍ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લા પ્રતિનિધિત્વ કરી શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજની ઓપન વિભાગની બહેનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બધી મેચોમાં ઍક તરફી મેચ જીતી સ્ટેટ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પ્રા કર્યો હતો. ખેલાડી બહેનોને કોચિંગ શારીરિક શિક્ષણ અધ્યાપક અને ઍન. સી.સી. ઓફિસર કેપ્ટન ડો. મુકેશભાઇ કે. પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે જ કોલેજના સિનિયર ખેલાડીઓ મેહનત કરી હતી. ઈન્ચાર્જ આચાર્ય પ્રો. વિજયકુમાર ચાંપાનેરી દ્વારા સાથ અને સહકાર મળ્યો હતો. કોલેજ સત્તા મંડળના હોદ્દેદારો તમામ ટીચીંગ,નોન ટીચિંગ, વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.