Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ઉમરગામના નંદી ગામમાં પ્રવિણ તોગડીયાનું સ્વાગત કરાયું

ઉમરગામના નંદી ગામમાં પ્રવિણ તોગડીયાનું સ્વાગત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૮ ઃ ઉમરગામ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવિણભાઈ તોગડિયાજી  મુંબઈથી ગુજરાત સરહદ પર આવેલા તલવાડા પહોંચ્યા હતાં. નંદીગામના સરપંચ સંતોષભાઈ દાબડાઍ તેમનું ભવ્ય સ્વાગત કરી ફૂલોનો ગુલદસ્તો અર્પણ કર્યો હતો. આ દરમિયાન જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા.વિશ્વ હિન્દુ પરિષદ સાથે વર્ષોથી સંકળાયેલા પિયુષભાઈ શાહે પ્રવિણભાઈ તોગડિયાજીને ખેસ અને માળા પહેરાવી સન્માનિત કર્યા હતાં. આ પ્રસંગે જૂની યાદો તાજી થઈ હતી અને તોગડિયાજીઍ પિયુષભાઈ શાહના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી.આ મુલાકાત દરમિયાન પ્રવિણભાઈ તોગડિયાજીઍ ઉમરગામ, ભીલાડ, સરીગામ અને નંદીગામના કાર્યકરો સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સૌને જય જય શ્રી રામનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે તલવાડાથી નંદીગામના પારસીપાડા સ્થિત કાર્યક્રમના આયોજક રાહુલભાઈ ધોડીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. ત્યાં મુખ્ય મહેમાન તરીકે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રાહુલભાઈ ધોડીઍ ઉપસ્થિત કાર્યકરોનો પરિચય કરાવ્યો અને ભવિષ્યમાં મોટા કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી.