Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ઉમરગામને ચાર ટ્રેનોના સ્ટોપેજ આપો

ઉમરગામને ચાર ટ્રેનોના સ્ટોપેજ આપો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

ઉમરગામ, તા. ૦૮ ઃ દક્ષિણ ગુજરાતના મહત્ત્વના ઔદ્યોગિક હબ ગણાતા ઉમરગામમાં રેલવે સુવિધાઓ વધારવા માટે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે કમર કસી છે. ઉમરગામ ઞ્ત્ઝ઼ઘ્ના ઝડપી વિકાસ અને હજારો કામદારોની અવરજવરને ધ્યાનમાં રાખીને, સાંસદ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં ઉમરગામ અને સંજાણ સ્ટેશન પર લાંબા સમયથી પડતર ટ્રેનોના સ્ટોપેજની માંગણી દોહરાવવામાં આવી છે.ઉમરગામ જીઆઈડીસી વિસ્તાર હાલમાં ૧૪૦૦થી વધુ નાની-મોટી કંપનીઓ સાથે ધમધમી રહ્ના છે. આ પૈકીની અનેક મોટી કંપનીઓની હેડ ઓફિસ મુંબઈમાં આવેલી છે, જેના કારણે દરરોજ સેંકડો અધિકારીઓ અને શ્રમિકો મુંબઈથી ઉમરગામ અવરજવર કરે છે.

હાલમાં ઉમરગામમાં ઊભી રહેતી ટ્રેનોની સંખ્યા અપૂરતી હોવાથી ઉદ્યોગોમાં જતા કર્મીઓ અને સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્ના હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સાંસદે રેલવે મંત્રાલય હકારાત્મક વલણ દાખવે તેવી માંગ ઉઠી છે.

સાંસદ ધવલ પટેલે તેમના પત્રમાં ખાસ કરીને નીચે મુજબની ટ્રેનોને સ્ટોપેજ આપવા પર ભાર મૂક્યો છે. જેમાં ફલાઈંગ રાણી ઍક્સપ્રેસ, અવધ ઍક્સપ્રેસ અને રણકપુર ઍક્સપ્રેસ તથા સંજાણ સ્ટેશને સૌરાષ્ટ્ર જનતા ઍક્સપ્રેસને થોભાવવા માંગ કરાઈ છે.