Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીમાં ધોળા દિવસે ઘરેણા અને રોકડની ચોરી

વાપીમાં ધોળા દિવસે ઘરેણા અને રોકડની ચોરી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વાપી નૂતનનગર મા આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ધોળા દિવસે બંધ ફલેટમાં તસ્કરો દરવાજાના તાળા તોડી કબાટમાં રાખવામાં આવેલા સોના ચાંદીના ઘરેણાઅને રોકડ ની મત્તા ચોરીકરી જતા ફલેટ માલિક અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્ના છે. પ્રા વિગત મુજબ વાપી નૂતનનગર સરદાર બાગની સામે આવેલ રાધેકૃષ્ણ સોસાયટીની વિંગ ઍ ફલેટ નં.૩૦રમાં ઉષાબેન મુકુંદભાઈ પંચાલ રહે. ગતરોજ તેઓ જાન ગંગા સ્કૂલમાં શિક્ષિકાની ફરજ બજાવતા હોય ત્યાં સવારે સાત કલાકે ગયા હતા અને બપોરે ૨ઃ૩૦ કલાકે પરત આવતા તેમના ફલેટના મુખ્ય દરવાજો તૂટેલી હાલતમાં હતો અને તેમના ફલેટના રૂમમાં રાખવામાં આવેલ લોખંડ તથા લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૧.૬૫ લાખના મુદ્દા માલની ચોરી કરી ગયા ની ઘટના બનતા વાપી ટાઉન પોલીસ મથકમાં ઉષાબેન મુકુંદભાઈ પંચાલ દ્વારા કરાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાધે ક્રિષ્ના ઍપાર્ટમેન્ટ તથા તેની આજુબાજુના વિસ્તારના મકાનોમાંથી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અજાણ્યા ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.