Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પીપલખેડ ઍલ. આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલયમાં બોર્ડ પરીક્ષા શુભેચ્છા સમારંભ યોજાયો

પીપલખેડ ઍલ. આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલયમાં બોર્ડ પરીક્ષા શુભેચ્છા સમારંભ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૦૬ ઃ શ્રી ઍલ.આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય, પીપલખેડ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા શુભેચ્છા સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટના મંત્રી જયંતીભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના હતા. આમંત્રિત મહેમાનો તરીકે કણધા સ્કૂલના આચાર્ય કલ્પેશભાઈ, નિવૃત્ત અશોકભાઈ તથા સુમીલાબેન અને પીપલખેડ ગામના માજી સરપંચ  મહેશભાઈ હાજર રહ્ના હતા. મહેમાનોઍ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ઉત્તમ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય શૈલેષ વી. પટેલઍ પોતાના સંબોધનમાં મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. તેમજ શાળાના શિક્ષકો  હેમંતભાઈ,  અશોકભાઈ પટેલ અને  સંગીતાબેન દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી. અંતે વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભોજન સમારંભ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ થયો હતો.