Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીમાં હળદી-કુંકુમ સમારોહ’ યોજાયો

વાપીમાં હળદી-કુંકુમ સમારોહ’ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ સમગ્ર દેશમાં મકર સંક્રાંતિના પાવન અવસર પર ઉજવાતો વર્ષનો પ્રથમ તહેવાર હળદી-કુંકુમ કાર્યક્રમ સંજયભાઈ શિંદે અને શ્રીદેવી સંજય શિંદે દ્વારા ચાણોદ કોલોની સ્થિત કચ્છી ભાનુશાળી હોલ ખાતે રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની વિશેષ અતિથિ તરીકે અખિલ ભારતીય મહિલા ગુજરાત રાજ્ય પ્રમુખ તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ નિશા પ્રજાપતિ હાજર રહી. ઉપરાંત અશ્વિની તાઈ રાણે શૌર્ય રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટઍ પણ પોતાની ગૌરવમય ઉપસ્થિતિ નોંધાવી.

મુખ્ય મહેમાનોમાં કવિતા ચૌધરી  કુશલ વડૂ, ગોપાલ મહારાજ તથા રીમા કલાનીનો સમાવેશ થયો હતો. સમારોહ દરમિયાન રમતો, ભેટ વિતરણ અને નૃત્ય કાર્યક્રમ જેવા આકર્ષક આયોજન થતા મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમના અંતે સહભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસર પર આયોજક પરિવાર તરફથી તમામ હાજર મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમના સફળ આયોજનમાં માયા શિંદેનું વિશેષ સહકાર રહ્નાં.

આયોજક સંજય શિંદે તથા સહપરિવારે જણાવ્યું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને પરંપરાઓના સંરક્ષણનો સંદેશ આપે છે તેમજ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે.