Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

બાલદા ગ્રા.પં.ના નવા મકાનનું ખાતમુર્હત કરાયું

બાલદા ગ્રા.પં.ના નવા મકાનનું ખાતમુર્હત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૬ ઃ પારડી તાલુકાના બાલદા ગામમાં આવેલ ગ્રામ પંચાયત કચેરીના બાજુમાં આજરોજ ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી આધુનિક નવી ગ્રામ પંચાયત કચેરીના મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. અહીં બાલદા ગામમાં આજરોજ વહેલી સવારના ગ્રામ પંચાયતના સરપંચ રાહુલભાઈ પટેલ, તલાટી મંત્રી માર્ગીબેન, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે નવા ગ્રામ પંચાયત મકાનના નિર્માણ માટે ખાતમૂર્ત વિધિ કરવામાં આવી હતી. બ્રાહ્મણના મંત્ર સાધ સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી રૂ.૮૧ લાખ મંજુર કરી આપવામાં આવતા જુના પંચાયતના મકાનની બાજુમાં જ નવું આધુનિક ગ્રામ પંચાયતનું મકાન નિર્માણ કરવામાં આવશે. આ સાથે નવું આધુનિક ગ્રામ પંચાયતનું મકાન નિર્માણ માટે કામ શરૂ કરવામાં આવશે. જેની જાણ ગામજનોને થતાં ગ્રામની જનતામાં આનંદ છવાઈ ગયો છે. છ સાત મહિનાની અંદર નવું આધુનિક મકાન બનીને તૈયાર થઈ જશે.