Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીના સમાજ સેવક દ્વારા ૬૩ પરિવારોને રાશનકીટનું વિતરણ કરાયું

વાપીના સમાજ સેવક દ્વારા ૬૩ પરિવારોને રાશનકીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વાપી સોશિયલ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી અને વાપીના  સમાજ સેવક કિરણ રાવલ દ્વારા વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા  મધ્યમ વર્ગો પરિવારોને ધ્યાનમાં રાખી ઍક વાર ફરીથી રાશનકીટોનું વિતરણ કર્યું હતું. વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ કોઈ પણ ધર્મના ભેદભાવ રાખ્યા વગર લગભગ ૬૩ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું. સમાજ સેવક કિરણ રાવલની રાશન કીટમાં ૫ કિલો ઘઉંનો લોટ, તેમજ ૫ કિલો ચોખા, ૩ કિલો તુવેર દાળ, ૩ કિલો તેલ, ૩ કિલો ખાંડ, ૨૫૦ ગ્રામ ચા પટ્ટીના સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાજ સેવક કિરણ રાવલે  ઍક રાશન કીટ લગભગ ૨૦ કિલો ની બનાવી હતી. કિરણ રાવલ ની આ રાશન કીટ જરૂરિયાત મંદ પરિવારોમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.