Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ચંડોરની વિજ્ઞાન્સ સ્કુલમાં વાર્ષિકોત્સવ ‘ઉડાન’ ઉજવાયો

ચંડોરની વિજ્ઞાન્સ સ્કુલમાં વાર્ષિકોત્સવ ‘ઉડાન’ ઉજવાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વિજ્ઞાન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, નામધા ચંડોર વાપી ખાતે આયોજિત વાર્ષિકોત્સવ ઉડાન માત્ર ઍક કાર્યક્રમ નહોતો, પરંતુ વિદ્યાર્થીઓના સપનાઓ, શિક્ષકોની મહેનત અને સંસ્થાની દૃષ્ટિનું જીવંત પ્રતિબિંબ હતો. ઉત્સાહ, શિસ્ત અને ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમઍ ઉપસ્થિત દરેકને ગર્વની અનુભૂતિ કરાવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી. બી. વસાવા (ઝ઼ભ્ચ્બ્) ઉપસ્થિત રહ્ના હતાં. તેમણે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં મૂલ્યઆધારિત શિક્ષણ અને આત્મવિશ્વાસથી ભરપૂર વિદ્યાર્થીઓના ઘડતર પર ભાર મૂક્યો. આ ઉપરાંત વાપી વિભાગના ડીવાયઍસપી બી.ઍન. દવે, વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અશ્વિન પાઠક  તથા વાપી પંથકના જાણીતા બિલ્ડર, ડેવલોપર અને ઉદ્યોગપતિ દીપકભાઈ દેસાઈની ઉપસ્થિતિને લઈ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું. વિજ્ઞાન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક શ્યામજી મિશ્રા અને સ્કૂલના પ્રિન્સિપાલ શંકર મિશ્રા દ્વારા તમામ મહેમાનો, વાલી અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને શિક્ષકો અને સ્ટાફ સભ્યોની નિષ્ઠા અને ટીમવર્કને આ સફળતાનો મુખ્ય આધાર ગણાવવામાં આવ્યો. આ વાર્ષિકોત્સવે સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે વિજ્ઞાન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ માત્ર શિક્ષણ નથી આપતી, પરંતુ સંસ્કારસભર, આત્મવિશ્વાસુ અને જીવન માટે તૈયાર નાગરિકો ઘડવાનો સંકલ્પ ધરાવે છે.