Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

કલસર ચેકપોસ્ટ પરથી રૂ. ૧૯.૩૮ લાખનો દારૂ ઝડપાયો

કલસર ચેકપોસ્ટ પરથી રૂ. ૧૯.૩૮ લાખનો દારૂ ઝડપાયો


પારડી, તા. ૦૫ ઃ પારડી પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે કલસર પાતલિયા ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે ટ્રક નંબર જી.જે.-૧૪-ઝેડ-૫૦૪૫ આવતા પોલીસે અટકાવ્યો હતો. જેમાં તપાસ કરતા ડાંગરનું ભુસુ ભરેલ પ્લાસ્ટિક થેલીઓની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂની બોટલ નંગ ૫૦૨૮ જેની કિંમત રૂ. ૧૯.૩૮ લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દિલીપ હાજાભાઇ સિંગડ રહે. ગીર સોમનાથને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ.૨૪.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબીશન ઍક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.