Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીમાં પાર્કિગમાંથી બાઈક ચોરાઈ

વાપીમાં પાર્કિગમાંથી બાઈક ચોરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ વાપીના ગાંધી સર્કલ પાસે આવેલ સોનો રસ બિલ્ડીંગના પાર્કિંગમાંથી બાઈક ચોરાઈ જતા ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ કરાય છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી સેલવાસ રોડ ઉપર આવેલ સોનોરસ બિલ્ડીંગના પાર્કિંગમાં આકાશ સુભાષભાઈ યાદવ રહે. સનસાઈઝ રેસીડેન્સી છીરી વાપીનાઍ પોતાનો બાઈક નંબર સ્ત્રિં્ - ૧૫- ણુષ્ઠ -૨૫૯૯ ને પાર કરી પોતાની ઓફિસમાં કામકાજ માટે ગયા હતા અને સાંજે પરત ફરતી વખતે તેમણે પાર્ક કરેલ પોતાની બાઇક નહીં જોતા ભારે શોધખોળ કરી અંતે નહીં મળતા વાપી ટાઉન પોલીસ મથકમાં તેમનું બાઈક ચોરાઈ જવા અંગેની ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.