Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પારડીના કેળવણીકાર અને પ્રખ્યાત ઍડવોકેટનું નિધન

પારડીના કેળવણીકાર અને પ્રખ્યાત ઍડવોકેટનું નિધન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૦૪ ઃ પારડી તાલુકાના ઉમરસાડી ગામના મૂળ રહેવાસી અને પારડી નૂતન નગરમાં હાલ રહેતા જાણીતા વકીલ અને ધ પારડી ઍજ્યુકેશન સોસાયટીના માજી પ્રમુખ અને ટ્રસ્ટી જવાહરલાલ ગોવિંદજી દેસાઈ ઉમર વર્ષ ૮૫ તા.૪-૨-૨૦૨૬ના રોજ અવસાન પામ્યા છે. સ્વર્ગસ્થ જવાહરલાલ ગોવિંદજી દેસાઈ કે જેવો પોતાના સેવાકીયા કાર્યોના લીધે દરેક સમાજમાં જાણીતા હતાં. તેવો લાંબા સમયથી શિક્ષણ સાથે સંકળાયને શિક્ષણનો પાયો મજબૂત કર્યો હતો. જેનાથી અસંખ્ય વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. વકીલાત ક્ષેત્રે તેઓઍ જરૂરિયાત મંદોની સેવા કરી મફત કાનૂની સલાહ આપતા હતાં જેઓનું લાંબા આયુષ્ય બાદ અવસાન થતાં ઍમના પરિવારમાં ભારે શોખ છવાઈ ગયો છે. ઍમની અંતિમયાત્રા આજે બુધવાર તા. ૪ ફેબ્રુઆરીના રોજ ઍમના નિવાસ્થાનેથી નીકળી હતી જેમાં પારડી પંથકના દરેક સમાજના આગેવાનો ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. અને ઍમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાના પુષ્પ અર્પણ કર્યા હતાં.