Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ડાંગના વિદ્યાર્થીઓઍ કરાટે કુમિતે પરિક્ષા પાસ કરી

ડાંગના વિદ્યાર્થીઓઍ કરાટે કુમિતે પરિક્ષા પાસ કરી


આહવા, તા. ૪ ઃ તાજેતરમાં જ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે ૩જી પ્રેસિડેન્ટ કપ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના આઠ વિદ્યાર્થીઓઍ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કરાટે કુમિતે પરિક્ષા પાસ કરી હતી. જેમાં ચીચધરા ગામની વિદ્યાર્થીની તારાઍમ. આહીર, બીલમાલ ગામના મહેશ વાઘ, અને અજય ચોર્યા, કામદ ગામના ગુલાબ ચૌધરી, ધુડા  ગામના સંતોષ પાડવી, કાલીબેલ ગામની પૂજા ચૌધરી, શામગહાન ગામના હરદીપ ઠાકરે, સરવર ગામની વર્ષા ગાયકવાડ વિધાર્થીઓનો સમાવેશ થાય છે.  વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ કરાટે ઍસોસિઍશન ઓફ ડાંગના પ્રમુખ રાજેશભાઈ ગામીત, સંયુક્ત સચિવ  હરિરામઆર. સાવંત અને ઍક્ઝીક્યુટી કમિટી સભ્ય જાની જીતેન અને ઉપપ્રમુખ  અર્જુનભાઈ સોરટીયાઍ અભિનંદન પાઠવ્યાં હતાં. આ વિધાર્થીઓઍ ડાંગના મુખ્ય કરાટે કોચ  અને કરાટે ઍસોસિઍશન ઓફ ડાંગનાં જનરલ સેક્રેટરી સેન્સેઈ પી.આર. દિપક કુમારનાં માર્ગદર્શન હેઠળ સિધ્ધિ પ્રા કરી હતી.