Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

કલસરમાં યુવક મંડપ બાંધતાં કરંટથી પટકાયો

કલસરમાં યુવક મંડપ બાંધતાં કરંટથી પટકાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ પારડી તાલુકાના કલસરગામે મંડપ બાંધવા ગયેલ યુવાનને ઇલેક્ટ્રીક તાર અડી જતા નીચે પટકાયો હતો. જેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો છે. પારડી તાલુકાના પલસાણા, નવીનગરી ખાતે રહેતા ધર્મેશ શુક્કરભાઇ હળપતિ ઉ.વ.૩૩ આજરોજ મંડપ સર્વિસમાં કામ કરવા માટે કલસર વડીયા ચોકડી પાસે ગયા હતા. ત્યારે મંડપના ઉપરના ભાગે કપડું નાખવા જતા ઈલેક્ટ્રીક તારને અડી જતા કરંટ લાગતા યુવાન નીચે પટકાયો હતો. જેની જાણ ૧૦૮ ઍમ્બ્યુલન્સને કરતા યુવાનને સારવાર માટે લઈ જતા બેભાન હાલતમાં પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી હોવાનું પારડી પોલીસ મથકે યોગેશ શુકકરભાઇ હળપતિઍ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.