Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ખારવેલમાં રસ્તાના કામમાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રાંતને ફરિયાદ

ખારવેલમાં રસ્તાના કામમાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રાંતને ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૩ ઃ ધરમપુર તાલુકાના ખારવેલ ગામના પેલાડ ફળીયામાં મંજૂર થયેલા ડામર રોડના કામ અંગે ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવતા સ્થાનિક સ્તરે ચર્ચા ઍ જોર પકડ્યું છે ગામ પંચાયતની સામાન્ય સભાના ઠરાવ અંતર્ગત વ્લ્ભ્ ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. ૫ લાખના ખર્ચે મુખ્ય માર્ગથી શોભાનભાઈ રવિયાભાઈના ઘર પાસેથી નદી સુધી આશરે ૩૦૦ મીટર લંબાઈનો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો.

 પરંતુ હાલમાં ચાલી રહેલા કામમાં માત્ર ઍક ભાગ સુધી જ રોડ બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. બાકીનો રોડ અધૂરો રાખી અન્ય સ્થળે કામ ખસેડવાની કોશિશ થતી હોવાનો આરોપ પણ સ્થાનિકોઍ લગાવ્યો છે.

આ મુદ્દે પેલાડ ફળીયાના જાગૃત રહેવાસી બચુભાઈ મગનભાઈ ઠાકોરે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે દર્શાવાતો રસ્તો જૂનો હોવાનું બહાનું આપી નદી સુધીનો મંજૂર માર્ગ પૂર્ણ કરવામાં આવતો નથી. વધુમાં, આ રસ્તો અગાઉ પણ અનેક વખત બનાવાયો હોવા છતાં હાલ મંજૂરી મુજબનું પૂર્ણ કામ કરવામાં ગાફલત રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે. ગામના બચુ ભાઈ સહિત ગ્રામજનોનું કહેવું છે કે, પંચાયતના ઠરાવ મુજબ ૩૦૦ મીટરનો રોડ સંપૂર્ણ રીતે બનાવવો ફરજિયાત છે અને તેમાં કોઈ ફેરફાર કરવો યોગ્ય નથી. મંજૂર યોજનામાં ફેરફાર થાય તો તે વિકાસ કામોની પારદર્શિતાને પ્રશ્નાર્થમાં મૂકે છે. હાલ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મંજૂર મુજબનો રોડ પૂર્ણ કરવામાં આવે  ઍવી માંગ ઉઠી છે.