Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

બીલીમોરા વી. ઍસ. પટેલ કોલેજમાં ‘તમાકુ નિયંત્રણ જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

બીલીમોરા વી. ઍસ. પટેલ કોલેજમાં ‘તમાકુ નિયંત્રણ જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા,તા.૦૩ ઃ  યુવાધન વ્યસનમુક્ત બને અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તેવા ઉમદા હેતુ સાથે બીલીમોરાની વી ઍસ પટેલ કોલેજ ખાતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મંગળવારે વિશેષ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા તમાકુ સેલના સોશિયલ વર્કર બીજલબેને વિદ્યાર્થીઓને તમાકુના સેવનથી થતા ગંભીર શારીરિક નુકસાન, કેન્સર જેવી જીવલેણ બીમારીઓ અને આર્થિક પાયમાલી વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી. તેમણે યુવાનોને કોઈપણ -કારના વ્યસનથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો. ડૉ. રાજેન્દ્ર ગઢવી તથા ડૉ. ભૂમિબેન (બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર) ભરતભાઈ (તાલુકા સુપરવાઈઝર) પ્રકાશભાઈ, જીગ્નેશભાઈ, આચાર્યા ડૉ. સોનલબેન અને ડૉ. પૂજાબેન સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓઍ હાજર રહી વ્યસનમુક્તિના શપથ લીધા હતાં. ઉપસ્થિત  મહાનુભાવોઍ આ પ્રકારના કાર્યક્રમોને વિદ્યાર્થીઓના ઘડતર માટે અનિવાર્ય ગણાવ્યા હતાં.