Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડની કોલેજમાં ડે ઓફ ધ ડિપાર્ટમેન્ટ કાર્યક્રમ યોજાયો

વલસાડની કોલેજમાં ડે ઓફ ધ ડિપાર્ટમેન્ટ કાર્યક્રમ યોજાયો


વલસાડ, તા. ૦૩ ઃ જે. પી. શ્રોફ આર્ટ્સ કૉલેજ વલસાડના અંગ્રેજી વિભાગ દ્વારા તા. ૦૨/૦૨/૨૦૨૬ના રોજ ૅડે ઓફ ધ ડિપાર્ટમેન્ટૅ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. ૅઍન્ચાન્ટોપીઑ નામક આ કાર્યક્રમમાં સમગ્ર કૉલેજના અંગ્રેજી વિભાગમાં અભ્યાસ કરતા ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓઍ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંગ્રેજી ભાષાનાં ઉત્તમ પુસ્તકોમાંથી નાટક, કાવ્ય પઠન, સમૂહગીત, સંભાષણ, સ્વગતોક્તિ વગેરેની પ્રસ્તુતિ કરવાની સાથોસાથ થીમ-બેઝ્ડ સ્કીટ, માઈમ અને નૃત્ય પણ રજૂ થયેલાં હતાં. ભારતીય દિગ્ગજ લેખક વિજય તેંદુલકર દ્વારા લિખિત નાટક ૅસાઈલેન્સ! ધ કોર્ટ ઈઝ ઈન સેશનૅ નાટકને દર્શકોઍ મન ભરીને માણ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દોલત ઉષા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍપ્લાઇડ સાયન્સ કૉલેજનાં પ્રાધ્યાપિકા ડૉ. પ્રતીક્ષા પારેખ તથા વલસાડ જિલ્લાના ડી.ઈ.ઓ. રાજશ્રી ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્નાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના આચાર્ય જી. ઍમ. બુટાણીઍ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.