Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પારડી વકીલ મંડળના પ્રમુખની ઍસબીપીપી બેîકમાં બોર્ડ અોફ મેનેજમેન્ટમાં વરણી

પારડી વકીલ મંડળના પ્રમુખની ઍસબીપીપી બેîકમાં બોર્ડ અોફ મેનેજમેન્ટમાં વરણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ પારડીના કુંભારિયા ખાતે રહેતા અને પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ મોહનભાઈ પટેલની પારડીની પ્રખ્યાત અને લોકોની જીવાદોરી સમાન સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ (શિડયુલ બેંક)માં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 

તા.૨૯-૧-૨૦૨૬ના રોજની ડી. બોર્ડની મીટીંગમાં ઠરાવ્યા મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂંક થતાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટીંગમાં તેઓ હાજર રહી પોતાના અનુભવ અને નિપુર્ણતાથી બેંકને લાભ મળશે. સૌ બેંક સ્ટાફ મેનેજમેન્ટ તથા વકીલ બંધુઓઍ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.