Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પૈખેડમાં ઝાડની ડાળી કાપતા કરંટ લાગવાથી વૃદ્ધનું મોત

પૈખેડમાં ઝાડની ડાળી કાપતા કરંટ લાગવાથી વૃદ્ધનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૨ ઃ ધરમપુર તાલુકાના પૈંખેડગામે આજે કરંટ લાગવાની દુર્ઘટનામાં ઍક વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું છે. પ્રા માહિતી મુજબ તા. ૦૨/૦૨/૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૮ઃ૩૦ વાગ્યે પૈંખેડ ગામે ટેમરૂની ચિમાળી નજીક ખેતરમાં સાદડાના ઝાડ પર ચઢી ડાળી કાપતા રામજીભાઈ પિલ્યાભાઈ દિવા (ઉ.વ. ૭૫)નો હાથ નજીકથી પસાર થતી જીવંત વીજ તારને અડતાં તેમને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં તેઓ જમીન પર પડી ગયા અને ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરાતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.ફરિયાદી તરીકે ધીરુભાઈ રામજીભાઈ દિવા (રહે. મોટી કોસબાડી, વડપાડા ફળિયું, તા. ધરમપુર) દ્વારા નોંધ કરવામાં આવી છે.