Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાંકલમાં ૩૧ ફુટ ઉંચુ વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ તૈયાર થશે

વાંકલમાં ૩૧ ફુટ ઉંચુ વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ તૈયાર થશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૯ ઃ વલસાડ જિલ્લાના વાંકલગામે આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ઍક અદ્વિતીય અને અલૌકિક ભક્તિ મહોત્સવ યોજાવા જઈ રહ્ના છે. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત ‘મહાશિવરાત્રિ મહોત્સવ ૨૦૨૬’ અંતર્ગત ૩૧ લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું ૩૧ ફૂટ ઊંચું વિરાટ  રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ પામશે.આ ભવ્ય મહોત્સવ ૭ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ પાસે - દુલસાડ ખાતે યોજાશે. 

શ્રદ્ધાળુઓ રોજ સવારથી સાંજ સુધી વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેક કરવાનો દિવ્ય અવસર પ્રા કરશે. દરરોજ સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ કલાકે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, બપોરે ૩ઃ૦૦ થી ૬ઃ૦૦ દરમિયાન પૂજ્ય બટુકભાઈ વ્યાસના શ્રીમુખે સંગીતમય શિવકથા અને સાંજે ૬ઃ૩૦ કલાકે ૧૦૮ દિવડાની ભવ્ય મહાઆરતી યોજાશે. 

સાથે જ દિકરી દેવો ભવઃ અંતર્ગત ૧૦૮ કુમારિકા પૂજન, બ્લડ ડોનેશન કેમ્પ, શિવ મહિમ્નઃ સ્તોત્ર પાઠ, ઍક શામ શિવ કે નામ ભજન સંધ્યા તેમજ વિવિધ ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

વલસાડ-ધરમપુર વચ્ચે આવેલી આ પાવન ભૂમિ પર સતત ત્રીજા વર્ષે યોજાતો આ મહોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને ભક્તિનું મહાપર્વ સાબિત થશે.