Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડના શહીદ ચોક વિસ્તારમાં રસ્તાના કામો ન થતાં સી.અો.ને રાવ

વલસાડના શહીદ ચોક વિસ્તારમાં રસ્તાના કામો ન થતાં સી.અો.ને રાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ સાત કરોડના ખર્ચે નવા રસ્તામાં કામો ચાલી રહ્ના હોય વલસાડના મુખ્ય રસ્તાઓ પર રિસર્ફેસિંગ અને મરામતોના કામો નીચાણવાળા વિસ્તારોમાં કામ નહીં કરવામાં આવતા જાગૃત નાગરિકે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

 વલસાડ શહેરના જાગૃત નાગરિક કાંતિભાઈ ભંડારીઍ વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી કે  વલસાડ શહેરના પાલિકા વિસ્તારમાં ૭ કરોડના ખર્ચે નવા રસ્તાઓ નું કામ પુર જાશમાં ચાલી રહ્નાં છે ત્યારે આજે પણ મેન વિસ્તારના મુખ્ય રસ્તાઓ માટે શહેરીજનોઍ કાગડોળે રાહ જોઈ રહ્ના છે . જેમાં વોર્ડ નં.૧માં શહીદચોક વિસ્તાર સહિત ૫ રસ્તાના ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. છતાં તે પૈકીના ૪ સ્થળોઍ હજી કામ શરૂ થયા નથી તેવી ફરિયાદ સ્થાનિક અરજદાર દ્વારા પાલિકા ચીફ ઓફિસરને કરાઇ છે. રસ્તા મરામત રિસર્ફેસિંગની કામગીરીની રહીશો રાહ જોઇ રહયા છે.

રાજ્ય સરકારે ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓનું રિપેરિંગ અને રિસર્ફેસિંગ માટે ૭કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી. પાલિકાઍ શહેરના અન્ય વિસ્તારોમાં કામ શરૂ કર્યા પણ નદીના પટના નીચાણ વિસ્તારના બાકી રહેતાં વોર્ડ રસ્તાની મરામત અને રિસર્ફેસિંગ ક્યારે થશે તે મુદ્દો ઉઠ્યો છે.શહીદચોક, ઘાંચીવાડ, રમેશ બેકરી પાસે,  સુઘડ ફળિયાથી માજી સભ્ય ઉજેશભાઈના ઘર સુઘી,  માજી સભ્ય સ્વ. હિતેશ પાનવાલાના ઘરથી દોંડીયા ટેકરા તરફ આંગણવાડીથી સભ્ય નિમિષા ટંડેલનાં ઘર તરફ જતા રસ્તો આજથી સુધી  કરવામાં આવ્યો નથી.