Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ખારેલ ANTTC સેન્ટરમાં દીક્ષાંત સમારોહ યોજાયો

ખારેલ ANTTC સેન્ટરમાં દીક્ષાંત સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૨૯ ઃ નવસારીના ખારેલ સ્થિત અનિલ નાઈક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે શુક્રવારે  દીક્ષાંત સમારોહ ૨૦૨૬ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ન્્રૂવ્ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાઈક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થાના તાલીમાર્થીઓઍ સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કરતા તેમને પ્રમાણપત્રો ઍનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

 ખારેલ ખ્ફવ્વ્ઘ્ ખાતે આયોજિત સમારોહમાં તાલીમાર્થીઓના કૌશલ્ય, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ગુણોને બિરદાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત કોર્સ કોઓર્ડિનેટર્સ અને આમંત્રિત મહેમાનોઍ પોતાના સંબોધનમાં આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતો અને તે મુજબ કૌશલ્ય વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના ભૂતપૂર્વ તાલીમાર્થીઓઍ તેમની પ્રેરણાદાયક સફળતાની ગાથાઓ રજૂ કરી હતી, જે વર્તમાન વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહી હતી. ખ્ફવ્વ્ઘ્ ના પ્રયાસોથી અનેક યુવાનો આજે રોજગારક્ષમ બની રહ્ના છે, જે કુશળ ભારતના નિર્માણમાં પાયાનું યોગદાન આપી રહ્ના છે. કાર્યક્રમમાં ન્્રૂવ્ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ફાઇનાન્સ હેડ નરેન્દ્ર ઇદનાની સહિતના મહાનુભાવોઍ ઉપસ્થિત રહી યુવાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્થા દ્વારા તમામ માર્ગદર્શકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.