Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીની સેîટ ઝેવિયર્સ સ્કુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

વાપીની સેîટ ઝેવિયર્સ સ્કુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ વાપીની સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ ખાતે ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહેમાનો ડૉ. અક્ષય નાડકર્ણી, ડૉ. અદિતિ નાડકર્ણી,   રણવીર સિંહ, ડૉ. લાવણ્યા પટેલ, ડૉ. શ્વેતા પટેલ મહેતા અને સન્ની પારેખ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રભુની પ્રાર્થના, બાઇબલ વાંચન અને પ્રાર્થનાથી થઈ હતી.

રાયન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ૫૦ વર્ષ પૂર્ણ થયા હોવાથી આ પ્રસંગે ૫૦ વર્ષના લોગોના અનાવરણ સાથે આ સીમાચિહ્નની ઉજવણી કરાઈ હતી. ગણતંત્ર દિન નિમિત્તે વિદ્યાર્થીઓઍ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં સ્વાગત પ્રવચન આપ્યું હતું, 

ત્યારબાદ વિદ્યાર્થીઅોઍ વિવિધ સાંસ્કૃતિક કૃતિઅો અને સંદેશાઅો પ્રસ્તુત કર્યા હતાં જેણે આકર્ષણ જમાવ્યું હતું.   શાળાના આચાર્ય, સલમા પઠાણે પ્રાસંગિક સંબોધન કર્યુ હતું અને   વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે આટલું ઉત્તમ પ્લેટફોર્મ આપવા બદલ  ચેરમેન ડૉ. ઍ. ઍફ. પિન્ટો અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ગ્રેસ પિન્ટોનો પણ આભાર માન્યો હતો.