Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પારડીમાં વિદ્યાર્થીનીઍ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

પારડીમાં વિદ્યાર્થીનીઍ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૨૮ ઃ ગોઈમા ગામે કેરપાડા ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ બાલુભાઈ પટેલની દીકરી મીનાલીબેન ઉમર ૧૬ જે રોહિણા ગામે ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ સાર્વજનિક સ્કૂલમાં ધો ૧૧ માં અભ્યાસ કરતી હતી. તેણી મંગળવારે શાળામાં ન પહોચતા અને શાળામાં પરીક્ષા ચાલતી હોય તેથી વર્ગ શિક્ષકે મનાલીના પિતા વિષ્ણુભાઈને ફોન કરી મનાલી શાળામાં કેમ આવી નથી તેમ પૂછતા મજૂરી ગયેલા પિતા ઍ ઘરે તપાસ કરતા તેણી ઘરની પેજારીમાં છતના ડંડા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાની દુઃખદ ઘટના સામે આવી હતીઆ ઘટના અંગે પારડી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી અને લાશનો કબજો લઈ પી ઍમ કરાવી પારડી પોલીસ મથકે પિતાના નિવેદનને આધારે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.