Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ચીખલીમાં શ્રી માહૃયાવંશી મિત્ર મંડળ દ્વારા વાર્ષિક સ્નેહમિલન યોજાયું

ચીખલીમાં શ્રી માહૃયાવંશી મિત્ર મંડળ દ્વારા વાર્ષિક સ્નેહમિલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૮ ઃ  વલસાડ જિલ્લાના રહીશ અને છેલ્લા કેટલાક વર્ષોથી નોકરી ધંધાર્થે સ્થાયી થયેલા ઍવા શ્રી માહૃયાવંશી મિત્ર મંડળ, મીરા રોડ દ્વારા તારીખ ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ (શનિવાર)ના રોજ સાંજે ૫ વાગ્યે  મીરા રોડ પૂર્વ ખાતે વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત ડૉ. સોનલબેન પ્રતાપભાઈ વહાણવાલા, શૈલેષભાઈ ગિરધરભાઈ ઉટેકર, કેતનભાઈ મનુભાઈ કોયા તથા નટુભાઈ શામજીભાઈ પટેલ ના શુભ હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી.
મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ ઍ ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સચિવ મિતેશભાઈ મેહવાલા ઍ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. સંસ્થાના કાર્યકરો દ્વારા મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહ દરમિયાન માહૃયાવંશી સમાજના લોકલાડીલા કલાકારો દ્વારા લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત અને ગરબાની મનોહર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં  નરેશભાઈ બારોટ, શ્રીજીતા બારોટ, જીતુભાઈ પટેલ, રમણભાઈ રાઠોડ, વિશાલભાઈ રાઠોડ, ચિત્રાબેન ગાવડે તથા અમોલભાઈ ખેરગામકરઍ સંગીતની રમઝટ જમાવી હતી.
આ ઉપરાંત નિહારિકા તેજલાવીયા તથા ફાલ્ગુનીબેન કોયા ઍ ટ્રેડિશનલ થાળી સ્પર્ધા તથા બાળકોની ડ્રોઈંગ સ્પર્ધામાં જજ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં પણ સક્રિય સહયોગ આપી પ્રશંસનીય સેવા આપી હતી.
આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં સમાજબાંધવો ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ કાર્યકરો, ભાઈઓ, બહેનો અને બાળકોનો ઉત્સાહભર્યો સહયોગ રહ્ના હતો. અંતમાં સૌઍ સાથે મળી ભોજન લઈને કાર્યક્રમનું આનંદપૂર્વક સમાપન કર્યું હતું.