Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

સેલવાસ ભારત સ્કાઉટ ગાઈડ કાર્યાલયમાં ધ્વજવંદન કરાયું

સેલવાસ ભારત સ્કાઉટ ગાઈડ કાર્યાલયમાં ધ્વજવંદન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૮ ઃ ભારતના ૭૭મા ગણતંત્ર દિવસે સિલવાસા ખાતે ઉપસમાહર્તા અમિતકુમાર દ્વારા ભારત સ્કાઉટ ગાઇડ રાજ્ય મુખ્યાલય ખાતે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપાધ્યક્ષા સ્તુતિ ગર્ગ, રાજ્ય આયુક્ત ગાઇડ ડૉ. જ્યોતિર્મય સૂર, ફેલોશિપ સભ્યો ઉદ્યોગપતિ નીલકંઠ સ્ટોરના નીખિલ મૂલવાણી, કવિતા મૂલવાણી, બોમ્બે સાઇકલ સ્ટોરના રિયાઝ સરવૈયા, રેડક્રોસ સ્કૂલના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, સ્કાઉટ્સ અને ગાઇડ્સ, સેવા ભારતી, જય હિંદ ઓપન ગ્રુપના સ્કાઉટ ગાઇડ્સ તેમજ ખેલો ઇન્ડિયાના બાળકો ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમ દરમિયાન રેડક્રોસ સ્કૂલ વિશેષ સ્કાઉટ ગાઇડ દ્વારા શાનદાર માર્ચપાસ્ટ તેમજ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી. સાથે સાથે રંગીલી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ ભારત સ્કાઉટ ગાઇડ ફેલોશિપ દ્વારા ચાર સ્કાઉટ ગાઇડ્સને ૮મા યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં સ્વામી વિવેકાનંદ યુવા સન્માન પલક શેખાવતને, રણજીત આચાર્ય યુવા સન્માન રણધીર મહતોને, સુનીલ દેવી યુવા સન્માન અનામિકા સિંહને તથા લક્ષ્મી તીર્ષત યુવા સન્માન યોગિતા સેનને તેમના ઉત્તમ કાર્ય અને સેવા ભાવના બદલ અર્પણ કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમનું સંયુક્ત સંચાલન કાજલ તિવારી, સંયોગિતા સિંહ, બ્યુટી સિંહ, યજ્ઞેશ પવાર તથા સૌરભ મંડલ દ્વારા કરવામાં આવ્યું હતું.