Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

અતુલ કંપનીમાં ૭૭મા પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

અતુલ કંપનીમાં ૭૭મા પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ અતુલ કંપનીમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કંપની પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે સિનિયર વાઈસ પ્રેસિડન્ટ-ટેકનોલોજી વિનય દેસાઈ હાજર રહ્નાં હતાં અને ઍમનાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનમાં અતુલ કંપનીનાં વાઈસ પ્રેસિડન્ટ  સુનીલ જોષી, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ( યુ ઍન્ડ ઍસ)  સુધાકર શેટ્ટી, જનરલ મેનેજર (યુ ઍન્ડ ઍસ) અમીત રાવત, જનરલ મેનેજર (યુ ઍન્ડ ઍસ)  રમણીક કપૂર, તેમજ કંપનીનાં કર્મચારીઓ અને સિક્યુરીટીની ટીમ હાજર રહ્નાં હતાં. ઉપસ્થિત સૌઍ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ સિક્યુરીટી ટીમ દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને વર્ષ દરમિયાન કંપનીમાં નિયમિત રીતે હાજરી આપનાર કામદારોને ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યા હતાં.