Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપી પોદાર વર્લ્ડ સ્કૂલ નાહુલીમાં ૭૭મોપ્રજાસત્તાક દિવસ ઉજવાયો

વાપી પોદાર વર્લ્ડ સ્કૂલ નાહુલીમાં ૭૭મોપ્રજાસત્તાક દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પોદાર વર્લ્ડ  સ્કૂલમાં ૭૭માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ ભાગ લીધો હતો.  ધ્વજારોહણ સાથે દિવસની શરૂઆત થઈ સવારે ૮ઃ૩૦ વાગ્યે શાળાના  આચાર્ય સુનિતા પટનાયક  અને મુખ્ય અતિથી ડેપ્યુટી કમાન્ડન્ટ ગૌરવ આચાર્ય ભારતીય કોસ્ટ ગાર્ડ ઍર સ્ટેશન દમણ ખાતે લોજિસ્ટિક્સ ઓફિસર  છે. અને સિનિયર હવામાનશાસ્ત્રીય અધિકારી પ્રધાન નાવિક દિનેશ સૈની દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવાયો. ધ્વજવંદન પછી તરત જ  સમગ્ર વિદ્યાર્થીઓઍ રાષ્ટ્રગીત અને ધ્વજ ગીત ગાયું સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત નૃત્ય  સાથે કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોમા ધોરણ ૧ થી ૧૧ના દરેક વિદ્યાર્થઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.