Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયુ

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રસ્મિકા મહેતા (ઍડવોકેટ, વાપી) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રશ્મિકાબેન દ્વારા પ્રજાસત્તાક દિન અંગે મનનીય વિચારો રજૂ થયા હતાં તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા અને આશીર્વચનો પાઠવ્યા હતા. આ ઉપરાંત બી.ઍડ. કોલેજની તાલીમાર્થી સૌમ્યા અને નમ્યા જોડાનિયા  દ્વારા આ દિન નિમિત્તે ભારતનું બંધારણ વિશે, દેશના શહીદો તેમજ સાચા અર્થમાં દેશના નાગરિક તરીકેની જવાબદારી વિશે વિચારો દર્શાવી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે આયોજિત વિવિધ રમત સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને  ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. અભિષેક પટેલે કર્યું હતું. સુંદર રાષ્ટ્રીય દિવસની ઉજવણીના આયોજન  બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ તથા કોલેજના સર્વ આચાર્યોઍ અને પ્રાધ્યાપકોઍ અભિનંદન પાઠવ્યા હતા