Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીની શિશુવિહાર વિદ્યાવિહાર સ્કૂલમાં ગણતંત્ર દિવસ ઉજવાયો

વાપીની શિશુવિહાર વિદ્યાવિહાર સ્કૂલમાં ગણતંત્ર દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી શહેરના ગુંજન વિસ્તારમાં આવેલ શિશુવિહાર વિદ્યાવિહાર સ્કૂલમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને દેશભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સવારે ધ્વજવંદન સાથે કરવામાં આવી, જેમાં શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન રાજપાલ તથા ઍડમિનિસ્ટ્રેટિવ હેડ વી.ઍચ. રાજપાલ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી આઈટમ્સની ગિફટ બેગ તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના કારણે બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓઍ પણ સમયસર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. કાર્યક્રમને સુચારુ રીતે આયોજનબદ્ધ કરવા માટે શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન રાજપાલ, ઍડમિનિસ્ટ્રેટિવ હેડ વી. ઍચ. રાજપાલ તેમજ સ્ટાફ સભ્યો આશિતા માલી અને સીમા જયસ્વાલનો ફાળો પ્રશંશનીય રહ્ના હતો. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.