Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીની સંસ્કાર વિદ્યાપીઠમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું

વાપીની સંસ્કાર વિદ્યાપીઠમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપીના છરવાડામાં સ્થિત મંજુ દયામા મેમોરિયલ સંસ્કાર વિદ્યાપીઠ ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાજસ્થાન મહિલા મંડળના વડા પ્રવીણા અરુણ સુરાણા, વિશેષ મહેમાન અશોક પટવારી અને સંસ્થાના વડા બી.કે. દયામાઍ સામૂહિક રીતે ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ, શાળાના વિદ્યાર્થીઓઍ દેશભક્તિની ભાવનાઓથી ભરેલા રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોની અદ્ભુત રજૂઆત સાથે દીપ પ્રગટાવ્યો હતો. મુખ્ય મહેમાન પ્રવીણા અરુણ સુરાણાઍ સમારોહનું મહત્વ સમજાવતા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સમાજ સેવા અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં જોડાવાનું શીખવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્નો અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના કાર્યકારી આચાર્ય સંધ્યા પાત્રાઍ સૌનો આભાર માન્યો હતો.