Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં ગણતંત્ર દિવસ ઉજવાયો

વાપીની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં ગણતંત્ર દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ શ્રાપી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ હાઈ સ્કૂલમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. દિવ્યેશ ઍમ. પટેલ (મદદનીશ પંજીકરણ સહ નિરીક્ષક, વલસાડ) ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમમાં શાળાના પ્રબંધક હરીલાલ બુધીરામ યાદવજી, શાળાના પ્રધાનાચાર્ય હરીલાલ પાલ તેમજ તમામ અધ્યાપકગણ હાજર રહ્ના હતાં. કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ ડૉ. દિવ્યેશ ઍમ. પટેલના કરકમળો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓઍ રાષ્ટ્રગીતના ગાન સાથે ધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ભાષણો તેમજ વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે મુખ્ય અતિથિ ડૉ. દિવ્યેશ ઍમ. પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં રાષ્ટ્રની ઍકતા અને અખંડિતતા હંમેશા જાળવી રાખવાની પ્રેરણા આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને રમતોમાં ભાગ લેવા માટે ઉત્સાહિત કર્યા હતાં. શાળાના ચેરમેન હરીલાલ બુધીરામ યાદવજીઍ શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધવાની તથા દેશનું નામ રોશન કરવાની પ્રેરણા આપી હતી. શાળાના પ્રધાનાચાર્ય હરીલાલ પાલજીઍ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે. તેમણે વિદ્યાર્થીઓને દેશ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રહેવા, જીવનમાં નિષ્ઠાપૂર્વક સતત આગળ વધવા તથા દેશ પ્રત્યે હંમેશા દેશપ્રેમ અને સદ્ભાવના જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો.