Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીની આર.કે. દેસાઈ મા. શાળામાં વસંતપંચમી મહોત્સવ ઉજવાયો

વાપીની આર.કે. દેસાઈ મા. શાળામાં વસંતપંચમી મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ શ્રીમતિ કે. આર. દેસાઈ પી.ટી.સી. કોલેજ અને આર. કે. દેસાઈ સેકન્ડરી અને હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં વસંત પંચમીનો મહોત્સવ ઉજવાયો હતો.
ઍવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ પ્રકૃતિમાં નવો સંચાર થાય છે. ખેતરોમાં પીળા ફૂલો લહેરાય છે અને ઠંડીની વિદાય સાથે વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત નાના બાળકોને અક્ષર જ્ઞાન આપવા માટે પણ આ દિવસને ઍકદમ સર્વોત્તમ છે. પાટી-પેનનું પૂજન કરી બાળકોના અભ્યાસના શ્રીગણેશ આ દિવસે કરવામાં આવે છે. તેવીજ રીતે માઁ સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો રંગ ઉર્જા, આશા અને નવી ચેતનાનું પ્રતીક છે. આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરે છે અને માં સરસ્વતીને પીળા ફૂલો તેમજ પીળી મીઠાઈ (કેસરી શીરો કે લાડુ) અર્પણ કરે છે. આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી માધ્યમ સ્કૂલના અધ્યાપક શુભમ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન મીલન દેસાઈ અને કેમ્પસ ડાયરેટર ડૉ. મિત્તલ શાહ, પીટીસી કોલેજના આચાર્ય પ્રા. સરોજબેન, અંગ્રેજી માધ્યના આચાર્યઍ તથા શિક્ષકોઍ અભિનંદન પાઠવ્યા હતાં.