Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીમાં આરઅોબીના કામ માટે ઝંડાચોકથી જીઍસટી સુધી બંને માર્ગો પાંચ દિવસ બંધ

વાપીમાં આરઅોબીના કામ માટે ઝંડાચોકથી જીઍસટી સુધી બંને માર્ગો પાંચ દિવસ બંધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી રેલવે ઓવરબ્રિજ માં તૈયાર ગડર લગાવવાની કામગીરીને લઈ પાંચ દિવસ માટે ઝંડા ચોક ના મૈત્રી ઍપાર્ટમેન્ટ થી જીઍસટી ભવન સુધીનો બંને તરફનો માર્ગ બંધ કરાશે
પ્રા વિગત મુજબ વાપી ના ૮૦ નંબરના રેલવે ફાટક પાસે રૂપિયા ૧૪૪ કરોડના ખર્ચે નવો બની રહેલો ચાર માર્ગીય આધુનિક અને સુવિધા યુક્ત રેલવે ઓવરબ્રિજ ની તારીખ ૨૮ ૧ ૨૦૨૬ થી ૧ ૨ ૨૦૨૬ સુધી ના પાંચ દિવસ માટે વાપી ઝંડાચોક ના મૈત્રી ઍપાર્ટમેન્ટ થી જીઍસટી ભવન સુધીના બંને તરફના માર્ગ ઉપરથી વહન વ્યવહાર તેમજ રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને અહીં સિમેન્ટ કોંક્રેટ ના તૈયાર ગદર લગાવવામાં આવશે જેને લઇ કોઈ દુર્ઘટના રાહદારીઓ સાથે ન બને જેને ધ્યાને લઈ પાંચ દિવસ સુધી આ માર્ગ બંધ રહેશે જોકે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો તેમજ નગરજનો દ્વારા રેલવે ઓવરબ્રિજની કામગીરી ખૂબ જ ધીમી ગતિઍ ચાલતી હોવાને લઈ બુમરાણ મચાવી હતી જેને જેને લઇ હવે વાપી ઝંડાચોક થી મુક્તાનંદ માર્ગ ચલા સુધી ના માર્ગ ઉપર પણ કામગીરી પુરજોસમાં શરૂ કરવામાં આવી છે.