Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ડુંગરી પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્ના.માં ઍમ.આર. કિંગ ઈલેવન વિજેતા

ડુંગરી પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્ના.માં ઍમ.આર. કિંગ ઈલેવન વિજેતા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ પારડી તાલુકાના ડુંગરી ગામમાં આવેલ શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ડુંગરી ક્રિકેટ ક્લબ દ્વારા ડુંગરી પ્રીમિયમ લીક સીઝન ૬ ક્રિકેટ ટુર્નામેન્ટ મા ઍમ આર કિંગ ઇલેવન ટીમનો ભવ્ય વિજય થયો હતો. રૂપિયા ૫૦,૦૦૦ સહિત વિવિધ ઇનામો ફાઇનલ વિજેતા ટીમને આપવામાં આવી હતી જ્યારે રન સબ ટીમને રૂપિયા ૩૦,૦૦૦ અને ઇનામો અપાયા હતા ડુંગરી ગામના યુવાનોની છ ટીમ આ ટુર્નામેન્ટમાં રમ્યા હતા ચાર દિવસીય ટુર્નામેન્ટ યોજાઈ હતી અને પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીના રોજ ટુર્નામેન્ટ નો સમાપન સમાપન થયું હતું જેમાં રોમાંચક ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં ઍમ આર કિંગ ઇલેવનના ખેલાડીઓ વિજેતા બન્યા હતા ડુંગરી ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલ સેલ્યુટ તિરંગા ના અગ્રણી ઉત્તમભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ પુનિતભાઈ પટેલ માજી મહામંત્રી મુકેશભાઈ પટેલ પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન પ્રણવભાઈ દેસાઈ સહિત ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા સદસ્યો અને અગ્રણી મહેમાનો ની ઉપસ્થિતિમાં ઇનામો વિતરણ કરવામાં આવ્યું હતું ચાર દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શરૂઆત રાષ્ટ્રગીત થી કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ગામના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો છે ખેલાડીઓ રમત પ્રત્યે પ્રોત્સાહિત થાય અને ઍમની કારકિર્દી બને ઍ મુખ્ય છે.