Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ચીકટિયા પાસે ઍસ.ટી.બસ માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી

ચીકટિયા પાસે ઍસ.ટી.બસ માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા , તા. ૨૫ ઃ ડાંગ જિલ્લાના વઘઇ-આહવા રાજ્ય ધોરીમાર્ગ પર ઍક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ધરમપુરથી આહવા આવતી ઍસ.ટી.બસ ચીકટિયા ગામ પાસે અચાનક રોડની નીચે ઉતરી જઈ ભેખડો સાથે ભટકાતા મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.પ્રા વિગતો અનુસાર, ધરમપુર-આહવા (વાયા ચીકટિયા) રૂટની ઍસ.ટી. બસ (નંબર ઞ્થ્-૧૮-વ્-૦૩૭૧) જ્યારે વઘઇ-આહવા હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચીકટિયા ગામ નજીક ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
જેના કારણે બસ રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી ભેખડો સાથે ભટકાયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે બસ ઍકતરફ નમી ગઈ છે. જોકે અચાનક ઍસટી બસ ખાડામાં ખાબકતા બસમાં બેસેલ મુસાફરોનાં જીવ તાળવે ચોટયા હતા.જોકે અહી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.કોઈને પણ ઈજા પોહચી ન હોવાનું જાણવા મળેલ છે.