Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

સેલવાસમાં હેલ્મેટ વિતરણ, ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું

સેલવાસમાં હેલ્મેટ વિતરણ, ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૫ ઃ દાદરા અને નગર હવેલીમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ ઘટાડવા તથા જનજાગૃતિ ફેલાવવાના હેતુથી માર્ગ સુરક્ષા સાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ટ્રાફિક પોલીસ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નમો કોલેજ, શહીદ ચોક તેમજ વિવિધ નાકાઓ પર બે ચક્કર વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા. સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવી અને હેલ્મેટ ફરજિયાત રીતે પહેરવાની અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જણાવાયું હતું કે સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સુરક્ષા સાહનું આયોજન કરવામાં આવે છે, જેથી અકસ્માતોની સંખ્યા ઘટાડીને લોકોમાં સુરક્ષિત વાહન ચલાવવાની જાગૃતિ લાવી શકાય. નિયમોના પાલન દ્વારા માનવજીવન સુરક્ષિત રાખી શકાય છે તેવો સંદેશ આપવામાં આવ્યો.